સત્ય | Truth | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

સત્ય | Truth | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સત્ય - Truth

સત્ય યશનું મૂળ છે. સત્ય વિશ્વાસનું કારણ છે. સત્ય સ્વર્ગનું દ્વાર છે. સત્ય જ સિદ્ધિનું સોપાન છે.

સત્ય પ્રભુનો આત્મા છે અને પ્રકાશ તેનો દેહ છે.

સત્ય ચંદ્ર મંડળથી પણ વધુ સૌમ્ય અને સૂર્ય મંડળથી પણ વધુ તેજસ્વી છે.

સત્યની પ્રાપ્તિ શ્રધ્ધાથી થાય છે.

સત્યથી વધારે કોઈ ધર્મ નથી. સત્ય સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે.

માનવજાતિને સત્ય કોઈ શીખવી શકતું નથી; તેની અનુભૂતિ તેની જાતે જ થાય છે.

કોણ સાચું છે તે વાત મહત્વની નથી પણ શું સાચું છે તે વાત મહત્વની છે.

સત્ય માટે બધું જ છોડી શકાય છે, પણ સત્યને કોઈ પણ ચીજ માટે છોડી શકાય નહી તેનું બલિદાન આપી શકાય નહિ.

સત્યનું સ્થાન હૃદયમાં છે, મુખમાં નહિ. ફક્ત મુખમાંથી નીકળવાને કારણે કોઈ વાત સાચી બની જતી નથી.

સત્ય અને અસત્યની ટક્કર પથ્થર અને માટીના ઘડાની અથડામણ જેવી છે.

પથ્થર પર માટીનો ઘડો પડે તો તે ફૂટી જાય છે અને પથ્થર ઘડા પર પડે તો પણ ઘડો જ ફૂટે છે.

તકનો લાભ લેવાને જો તમે  તૈયાર રહેશો નહી તો તક તમારી મજાક ઉડાવશે.

ઉત્તમ કાર્ય,  ઉત્તમ સમય તેમ જ ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ. હમણાં જે સમય તમારા હાથમાં છે એજ ઉત્તમ સમય છે.

જીદ નહી પણ સમાધાન જ તૂટતા સંસારને બચાવે છે.

Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x