મુર્ખ - Stupid
વિચારહીન મનુષ્ય જ મુર્ખ છે.મુર્ખ માનવી બોલાવ્યા વિના આવે છે, પૂછ્યા વિના બોલે છે,
અને જેની પર વિશ્વાસ ન મુકવો જોઈએ તેની પર વિશ્વાસ મુકે છે.
મુર્ખ માનવીનો અવાજ ઉંચો હોય છે, નહીતો તેને કોઈ જ સાંભળે નહિ.
મુર્ખ પુરુષો માટે મૌન અલંકારરૂપ છે.
એકની મૂર્ખાઈ બીજાનું નસીબ બને છે.
પથ્થર ભલે પીગળે પણ મૂર્ખનું હૃદય નહિ પીગળે.
વેદ્શાસ્ત્રમાં પારંગત ગરીબ માણસ સારો, પણ ધન અને રત્નોવાળો મુર્ખ માણસ સારો નહિ.
મુર્ખ માનવી સુખને દૂરની વસ્તુ સમજી એને મેળવવા ઈચ્છે છે.
બુદ્ધિશાળી વ્યક્તિ સુખને પોતાના પગ પાસે ઉગાડવાનું ઈચ્છે છે.
એક જ પથ્થરથી બીજીવાર અથડાવું એ મૂર્ખતા છે.
મૂર્ખતા કરતા વધારે દુ:ખ આપનારી બીજી કોઈ પણ વસ્તુ દુનિયામાં નથી.
મુર્ખ માણસ પાસેથી લક્ષ્મી દૂર દોડી જાય છે.
શક્તિ અને બુદ્ધિ બન્ને કરતા સમજદારી વધારે અગત્યની છે.
આવનારી મુશ્કેલીની પ્રથમથી આગાહી ન કરો,ભવિષ્યમાં જે કદાચ કદી બનવાનું નથી તેની ચિંતા ના કરશો.
ચિંતા એ જીવનના કાટરૂપ છે,તે એની ઉજ્જવળતા નો નાશ કરે છે અને તાકાત ને નબળી પાડે છે.
0 Comments