નીરોગી રહેવાના ના ઉપાય
શુભ વિચાર, શુભ વાણી અને શુભ વર્તન એ સુખી થવાના સર્વોત્તમ ઉપાય છે.
દુ:ખ દેનારને દુ:ખ અને સુખ દેનારને સુખ મળે છે.
પ્રાપ્તિસ્થિતિમાં સંતોષ માનનાર સદા સુખી રહે છે.
દર્દ એ આપણી ભૂલનું પરિણામ છે એમ સમજી યોગ્ય દવાઓ કરવી અને દર્દ મટ્યા પછી તેવી ભૂલો ન કરવી.
સંતપુરુષો અને સજ્જનોના સંગમાં રહેવું. તે ન મળે તો સારા પુસ્તકો વાંચવા.
દવા સાથે દર્દને અનુકૂળ પરહેજી - સંયમ નિયમ પાળવા, કહેવત છે કે, " સો દવા ને એક પરહેજી."
શક્તિની દવા ખાનારે બ્રહ્મચર્ય પાળવું. બજારુ કચરા ન ખાવા, ખોરાક સાત્વિક અને શુદ્ધ લેવો, કબજિયાત ન થવા દેવી.
ગેસ - વાયુની ફરિયાદવાળાએ ગાંઠિયા, ભજિયાં, ભૂંસું, ચેવડો, પૂરી - પકોડી, ટેસ્ટદાર બટાટા - વાલ - વટાણા જેવી વસ્તુઓ ન ખાવી.
ચા, કોફી, કોકો, લેમન, વિમટો, રાસબરી વગેરે રૂપાળા રંગવાળા શરબતો, ઠંડા અને ગરમ પીણાં એકંદરે શરીરને ઘસનારા છે. આ બધાં ધીમા ઝેરથી દૂર રહેવું.
દવાની સાથે ઉત્તમ આચરણ, સારી સંગત, સદાચાર, ઉત્તમ વાંચન તથા સાત્વિક આહારવિહારથી મન બુદ્ધિ સ્થિર અને શુદ્ધ થઇ શરીર વહેલું નીરોગી બને છે.
શુદ્ધ હવામાં એકથી ત્રણ માઈલ નિયમિત ચાલનારને રોગો થતા નથી. થયા હોય તે વહેલા મટે છે.
ભાઈઓ, બહેનો અને બાળકોએ દરરોજ સૂર્ય નમસ્કાર કરવાં.
બ્રહ્મચર્ય, ભલાઈ, શાંતિ, મધુર વાણી, કલેશ અને ક્રોધહિતપણું, સાત્વિક આહાર વગેરે સદાચાર પાળવાથી દર્દ વહેલું માટે છે.
આનંદ એ ઈશ્વરી ઔષધ છે.
સો રોગોંકી એક દવાઈ, હસતા શીખો મેરે ભાઈ.
શરીર સારું હોય તો સઘળી વાતે સુખી.
સાદું જીવન, ઉત્તમ વિચાર અને સત્કર્મ એ જ ખરું કર્તવ્ય છે.
આનંદ, મિતાહાર અને નિયમિતતા ઘરમાં ડોક્ટરને દાખલ થતા અટકાવે છે.
સૂર્યનો પ્રકાશ બંધ કરશો તો ડોક્ટર ઘરમાં દાખલ થશે.
વૈભવોના ઢગલા કરતાં તંદુરસ્તી વધી જાય.
આપતી માનવ બનાવે છે…..સંપતિ દાનવ બનાવે છે…
ભવિષ્યના દરેક અવસરને માટે તેયાર રહો.
આજનો પુરુષાર્થ કાલ નું ભાગ્ય છે.
0 Comments