આત્મવિશ્વાસ | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

આત્મવિશ્વાસ | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

આત્મવિશ્વાસ


મહાન કાર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે.

સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતા તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.

અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસ આપને તે કામ કરવાની તાકાત આપે છે.

આત્મવિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે.

જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો પણ આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે.

જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.

મોટા લોકોની પ્રશંસાથી આપણો આત્મવિશ્વાસ વધુ દૃઢ થાય છે.

આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.

પોતાના પર અસીમ વિશ્વાસ સ્થાપિત કરવો અને એકલા બેસીને અંત:કરણનો અવાજ સાંભળવો તે વીરપુરુષનું કામ છે.

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો, તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

જેને પોતાની પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.

પોતાનું કેન્દ્ર બહાર ન રાખો તે તમારું પતન કરશે. પોતાનામાં પૂર્ણ વિશ્વાસ રાખો અને પોતાના કેન્દ્ર પરથી કામ કરતા રહો, કોઈ વસ્તુ તમને હેરાન કરશે નહીં.

જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે, તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી.

જો આપનામાં આત્મવિશ્વાસ નથી તો આપ જીવનમાં હંમેશા અસફળ જ રહેશો પણ જો આપનામાં આત્મવિશ્વાસ હશે તો કામને શરુ કર્યા પહેલા જ આપ સફળ હશો.

ઘણી વાર વ્યક્તિના અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે.

પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે. 

સુખ અને શાંતિ સંસ્કારથી મળે છે સંપત્તિથી નહી.

કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.

Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x