સજ્જન
સજ્જન પુરુષની વાસ્તવિક પરિભાષા એ જ છે કે તે કદી કોઈ વ્યક્તિને પીડા આપતો નથી.સૂર્ય જેમ ઘરઘરમાં પ્રકાશ ફેલાવે છે તેમ સજ્જન પુરુષ વિના કહ્યે બીજાઓની આશા પૂર્ણ કરી આપે છે.
વ્યવહારોની શુધ્ધતા અને બીજાઓ પ્રત્યે આદર આ જ સજ્જન મનુષ્યના બે મુખ્ય લક્ષણો છે.
માણસ જેમ જેમ સજ્જનની નિંદા કરે છે, તેમ તેમ તે પોતાને જ દુષિત કરે છે.
સંસારરૂપી કટુ વૃક્ષના અમૃત સમાન બે ફળ છે: એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત.
સજ્જનતા એ ઉત્કૃષ્ટ માનવતા માટેનો બીજો શબ્દ છે.
સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.
ચંદ્ર અને ચંદન કરતા પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતલ હોય છે.
સજ્જનોનો સ્વભાવ સૂપડા જેવો હોય છે તેથી તેઓ દોષ રૂપી કચરાને દુર કરી ગુણ રૂપી વસ્તુને ગ્રહણ કરે છે.
સજ્જનો બીજાઓ પ્રાપ્ત થતા દુ:ખો ભોગવીને રાજી થાય છે.
સદાયે હસતા રહો, સ્મિત ફરકાવતા રહો, તંદુરસ્તી પ્રાપ્ત કરવાં માટે હાસ્ય એ કુદરતે બક્ષેલું શક્તિવર્ધક પીણું છે.
પ્રેમ કરવો એ કલા છે,પરંતુ નિભાવવો એ સાધના છે.
અશ્લીલ, અસત્ય, અહિતકર, અપ્રિય, અપમાનભરી અને અભિમાન, યુક્ત વાણી ન બોલવી જોઈએ.
0 Comments