વાણી - બોલ - મૌન
જો તમે એક વાર બોલતાં પહેલા બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો.મધુર વાણી જ જપ છે અને મધુર વાણી જ તપ છે.
શરીરના ઘા તો દવાથી સારા થઇ જાય છે પણ વાણીના ઘા કદી રૂઝતા નથી.
બે વસ્તુ માટે શરમાવવા જેવું છે - બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું.
જે સમય અનુસાર પ્રિય વાણી બોલવાનું જાણતો નથી તે જીભ હોવા છતાં બોબડો છે.
ઉતાવળે કે વગર વિચાર્યે કંઈ જ ન બોલીએ. પૂરો વિચાર કર્યા વગર પ્રતિજ્ઞા ન લઈએ, અને લઈએ તો યાદ રાખીએ અને પાળીએ.
માણસે પોતાના શબ્દો ત્રણ હેતુ માટે વાપરવા જોઈએ - સાજા કરવા, આશીર્વાદ આપવા અથવા સમૃદ્ધ થવા.
વાણી સંયમનો પહેલો નિયમ એ છે કે વગર પ્રયોજને અને વધુ પડતું બોલવું નહિ.
વાણીનો કાળ હોય છે, મૌનની અનંતતા.
ન બોલાયેલા શબ્દના તમે માલિક છો અને બોલાયેલા શબ્દના ગુલામ.
વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું એ વાણીની પ્રથમ વિશેષતા છે. સત્ય બોલવું એ વાણીની બીજી વિશેષતા છે. પ્રિય બોલવું એ વાણીની ત્રીજી વિશેષતા અને ધર્મગત બોલવું એ વાણીની ચોથી વિશેષતા છે. આ ચારેય ક્રમશ: એકબીજાથી ચઢિયાતા છે.
બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો તો તમને જીવનમાં કામ આવે તેવી ઘણી વાતો જાણવા મળશે.
મીઠા બોલ બોલજો, એટલે મીઠા પડઘા સંભળાશે.
પહેલું મૌન વાણીનું અને છેલ્લું મૌન વિચારનું છે.
વાણીનું આભૂષણ ઉત્તમ પ્રકારનું છે કારણ કે તે કદી ઘસાતું નથી.
સમય ની સાથે ચાલવું , સમય ની સાથે રેહવું, તેના કરતા સમય ને ઓળખી ને ચાલવું વધારે યોગ્ય છે.
કોઈક સારા વિચાર પર એ ક્યાં થી આવ્યો છે તેટલા જ કારણ થી ચોકડી ન મૂકી દઈએ.
આપણા વિચારો જ આપણને જાગૃત રાખે છે.
0 Comments