સમય
ન તો ભૂતકાળની પાછળ દોડો કે ન તો ભવિષ્યની ચિંતા કરો કેમ કે ભૂતકાળ છે તે નષ્ટ થઇ ગયો છે અને ભવિષ્ય હજુ આવ્યું જ નથી.
વીતી ગયેલી ગઈ કાલ એ કેન્સલ થયેલા ચેક જેવી છે. એમાંથી કંઈ મળવાનું નથી. આવતીકાલ એ પ્રોમિસરી નોટ છે, એ આવશે ત્યારે આવશે.
ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી. આપણે નિર્માણ કરવાનું છે.
કર્તવ્ય અને વર્તમાન આપણું છે. ફળ અને ભવિષ્ય ઈશ્વરને હાથ છે.
આજ નિશ્ચિત છે, કાલ અનિશ્ચિત છે.
ગઈકાલ એ ડેડ બોડી - મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે અને આ વર્તમાનક્ષણ તમે પોતે છો. માટે પળેપળ વર્તમાનમાં જીવતા શીખો.
બુદ્ધિશાળી વ્યક્તિ વીતી ગયેલી ક્ષણનો શોક નથી કરતા, ભવિષ્યની ચિંતા નથી કરતા માત્ર વર્તમાનકાળને લક્ષમાં રાખીને જ વ્યવહાર કરે છે.
સમય આપણને શાણા બનાવે એ પહેલા આપણે સમયસર શાણા બની જવું જોઈએ
સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતા નથી
સમયનો જે મહતમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ છે અને તે જ સુખી છે
સમયથી પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય મળતું નથી
સમય આવ્યા વગર વજ્રપાત થાય તો પણ મૃત્યુ નથી થતું અને સમય આવી જતા પુષ્પ પણ પ્રાણ લઇ શકે છે
મીનીટોની ચિંતા કરો, કારણકે કલાકો તો પોતાની ચિંતા સ્વયં કરી લેશે
સમય મહાન ચિકિત્સક છે
જે મિનીટ જાય છે તે પછી પાછી આવતી નથી એ જાણવા છતાય આપને કેટલી બધી મીનીટો વેડફી દઈએ છીએ.
જે સમયને વેડફે છે સમય તેને વેડફે છે.
આનંદ અને કર્મ કૌશલ્યથી કલાક નાના લાગે છે
તમને જીવન પ્રત્યે પ્રેમ છે ? જો હા તો પછી સમય ગુમાવશો નહિ, કારણકે જીવન સમયનું બનેલું હોય છે
પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય છે
યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે
જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે
ભવિષ્યની ચિંતા ન કરો. હંમેશા વર્તમાન પર જ પૂરું ધ્યાન લગાવો. જો વર્તમાનને સંભાળી લઈએ તો ભવિષ્ય પોતાની મેળે જ સુધરીજશે.
દરેક પરિસ્થિતિની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે, કારણ કે તે સંપૂર્ણ અનંતતાનું પ્રતિનિધિત્વ કરે છે.
વર્તમાનથી ભવિષ્યને ખરીદી શકાય છે.
સમગ્ર સંસારમાં આ ક્ષણથી ચડિયાતું બીજું કશું છે જ નહિ.
જે ભવિષ્યનો ભય નથી રાખતો તે જ વર્તમાનનો આનંદ માણી શકે છે.
તમારી પાસે કંઈ જ બચ્યું નહિ હોય ત્યારે ભવિષ્ય તો બાકી હોય જ.
ભૂતકાળને ભવિષ્યનું બીબું ન બનાવો. જેવો ભૂતકાળ હોય તેવું જ ભવિષ્ય હોય તે જરૂરી નથી.
ભવિષ્યનું મધુર ચિત્ર ગમે તેટલું ગુલાબી લાગે છતાંયે તેના પર વિશ્વાસ ન કરો. ભૂતકાળને જમીનમાં દફનાવી દો અને આ વર્તમાન ક્ષણમાં જીવો.
નશીબ હંમેશા સાહસી લોકોને સહાય કરે છે.
આપણું હોય તે જતું નથી અને જાય છે તે આપણું નથી.
નસીબ થી વધુ અને ભાગ્ય થી વધારે ન કોઈ ને મળ્યું છે અને ન કોઈ ને મળશે.
0 Comments