મૌન - Silence
મૌન વાર્તાલાપની મહાન કલા છે.જ્ઞાનીઓની સભામાં અજ્ઞાનીઓનું આભુષણ મૌન છે.
મૌનના વૃક્ષ પર શાંતિનું ફળ લાગે છે.
મૌન એક એવું તત્વ છે કે જેમાં મહાન વસ્તુઓ એક સાથે સર્જાય છે અને છેવટે જીવનના પ્રકાશમાં સંપૂર્ણ અને ભવ્ય બનીને સાકાર થાય છે.
મૌન તો પારસમણી છે; જેને એનો સ્પર્શ થાય છે તે ખરેખર સુવર્ણ બની જાય છે.
મૌન અને એકાંત આત્માના શ્રેષ્ઠ મિત્રો છે.
જીભનું મૌન એ સાચું મૌન નથી; મનને પણ મૌનની દીક્ષા આપવી જોઈએ.
ભાષણ રૂપેરી છે તો મૌન સોનેરી છે.
મૌન સર્વોત્તમ ભાષણ છે. જો બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો, એક શબ્દથી ચાલે તો બે ન બોલો.
ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કંઈ પણ નથી.
ભયથી ઉત્પન્ન મૌન પશુતા છે સંયમથી ઉત્પન્ન મૌન સાધુતા છે.
આંખ અને કાન હંમેશા ઉઘાડા રાખવા જોઈએ. પણ મોઢું તો મોટે ભાગે બંધ રાખવામાં જ શાણપણ રહેલું છે.
ભલે કોઈ માનવી અવિવેકી, અજ્ઞાની અને બુદ્ધિહીન હોઈ, પણ મૌન રહેવાથી તેની ગણના સારા માનવીમાં થાય છે.
કેટલાક માણસ મૌન રહે છે તેનું કારણ એમને કઈ કહેવાનું નથી તે નહિ પરંતુ ઘણું કહેવાનું હોઈ છે તે છે.
દુર્જન અને સર્પ એ બેમાં સર્પ સારો છે, દુર્જન નહી; કારણ કે સર્પ તો કોઈક સમયે ડસે છે, પરતું દુર્જન તો ડગલે ને પગલે દુ:ખ આપે છે.
બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.
સ્નેહ આપણ સર્વેને આશ્વાસન, સહાય અને બળ આપે છે તેમજ આપણો ઉદ્ધાર કરે છે. જીવનને મધુર અને સુંદર બનાવનારા અસંખ્ય કલ્યાણકારી પ્રસંગો આવા સ્નેહમાંથી જ જન્મે છે.
0 Comments