ધૈર્ય | Patience | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

ધૈર્ય | Patience | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ધૈર્ય - Patience

જેની પાસે ધૈર્ય રૂપી ધન નથી તેના જેવો નિર્ધન બીજો કોઈ નથી.

જે પુરુષ ખરો ધૈર્યશીલ છે તેને દુર્દેવ ગમે તેટલું ખૂંદે તો પણ તેનો સત્વ ગુણ મંદ પડતો નથી.

જેઓ ધૈર્યશીલ છે તેઓ પોતાના ધારેલા કર્યો કરી શકે છે.

વિશ્વના સર્વોત્તમ માનવીઓએ માનવજીવન ની શાંતિ માટે ધીરજના પરિબળોને સ્વીકારી તેને સહાય અને ટેકો આપવા જોઈએ.

ધૈર્ય માનવીની સાચી વીરતા છે.

ધૈર્ય અને પુરુષાર્થ વડે આપણે જે પ્રાપ્ત કરી શકીએ છીએ તે શક્તિ અને ઉતાવળ થી પ્રાપ્ત થઇ શકતું નથી.

ધીરજ અને ખંત હોય તો બધીજ પ્રાર્થનાઓ સફળ નીવડે છે.

જેની પાસે ધૈર્ય છે અને જે મહનત થી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે.

લોકો નિંદા કરે કે પ્રસંશા પરંતુ ધીર પુરુષ ન્યાયના માર્ગમાંથી ચલિત થતા નથી.

માણસ માત્ર ધીરજ ધરેતો સર્વ સફળતા આવી મળે.

ધીરજ પ્રતિભાનું એક આવશ્યક અંગ છે.

ધીરજ કડવી વસ્તુ છે, પરંતુ તેના ફળ મીઠા છે.

ધૈર્ય સંતોષની ચાવી છે.

માણસ માત્ર ધીરજ ધરે તો સારાવાના આવી રહે.

ધીરજ ધરી જાણવી તે સફળતા પ્રાપ્ત કરવાનું મોટામાં મોટું રહસ્ય છે.

ના પલટાવો મારા જીવનનાં કોરા પાનાઓને,
સારા અનુભવ થયા નથી ખરાબ અનુભવ લખ્યા નથી.

ફુલને સ્પર્શે છતાં ચુંટે નહીં,
એ હવાની ખાનદાની હોય છે...!!!

ખાતાવહી સંબંધની કોરી ન રાખતો,
બે-ચાર છેક-છાક તું એમાં પડાવજે.

પહેલાં પ્રણયની યાદ તો મોંઘી જણસ સમી,
હૈયામાં રાખવા કશે લોકર બનાવજે.


Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x