માં । Mother | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

માં । Mother | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

માં - Mother

બાળકના અંત:કરણમાં ને અધર પર રમતા પ્રભુનું બીજું નામ 'માં' છે.

પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું એટલે તેણે 'માં' નું સર્જન કર્યું.

માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતા વધારે મીઠું હોય છે.

માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.

માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.

માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે.

એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.

માતાના હાથનો સ્પર્શ તપસ્યા માટે જલધારા સમાન હોય છે.

માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે.

સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે.

માતૃપ્રેમ ભાઈ-બહેનોને એક કરવા માટેની શક્તિ છે.

માતા પૃથ્વી પણ મહાન છે.

પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય.

માતૃત્વમાં જ નારીત્વની પૂર્ણતા છે.

માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે.

મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે અને તેની રસાયણિક પ્રક્રિયાથી માનવમાંત્રનું કલ્યાણ છે. 

અસત્ય ઉચ્ચારનારને  કોઈ મિત્ર મળતો નથી.પુણ્ય કે યશ પણ મળતાં નથી.

જે  માણસ  જુઠું   બોલતાં  ડરે  છે,  તે  પછી  બીજા  કસાથી  ડરતો  નથી.

અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી.

Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x