લગ્ન જીવન | પતિ-પત્ની | Marriage | Husband Wife |Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

લગ્ન જીવન | પતિ-પત્ની | Marriage | Husband Wife |Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

લગ્ન જીવન - પતિ-પત્ની

આદર્શ પતિ/પત્ની બનવા કરતા પસંદગીયુકત પ્રેમી જેવું સહજીવન લગ્નજીવનમાં સતત સુવાસ લાવે છે.


જેવા વર્તનની અપેક્ષા તમે તમારી સાથી પાસેથી રાખો છો, તેવું વર્તન તમે પણ તેની સાથે કરો.

ભૌતિક અંતર ભલે હોય, માનસિક અંતર ના વધે તે જોવું. કિલોમીટર હોય, મનોમીટર નથી.

લગ્ન કરનાર બે વ્યક્તિઓ ક્યારેય ૧૦૦% સામ્યતા ન ધરાવતા હોય, બંને વચ્ચેના તફાવતોજ અલગ વ્યક્તિત્વની સુગંધ પ્રસરાવે છે.

લગ્ન એ બે અલગ-અલગ વ્યક્તિઓના સહ-અસ્તિત્વનો એકધારો પ્રયાસ છે.

સમય અને ઉમર બદલાતા પ્રેમનું સ્વરૂપ અને અભિવ્યક્તિની રીત બદલાઈ શકે છે.

ક્યારેક આપણે વૈચારિક હવાબારી ખોલવાની જરૂર હોય છે.જેથી પોતાના જ વિચારો થી ગુંગળામણ ના થાય.

માં-બાપનું જીવન એ બાળકે જોયેલું સૌપ્રથમ લગ્ન-જીવન છે. અને તેની છાપ પોતે પેરેન્ટ્સ બન્યા પછી પણ ચાલુ રહેતી હોય છે.

પ્રેમ ફક્ત અનુભવી શકાય, પરંતુ તે અનુભવને પણ જતાવવાની જરૂર હોય છે.

પરસ્પર વિશ્વાસને પણ શ્વાસ લેવાની જરૂર હોય છે.

લગ્નગ્રંથી થી બંધાવું એટલે સહજીવન જીવવું, પણ તેનો અર્થ એ નથી કે સ્વજીવનને રૂંધી નાખવું.

જેની સાથે પ્રેમ થયો હોય, તેની જ સાથે લગ્નજીવન સફળ થાય ? લગ્ન પછી પણ પ્રેમ થઇ જ શકે !

લગ્ન એ માલિકી હક્કનો દસ્તાવેજ ના બની જાય તે જોવું.

જીવનમાં એકબીજા પર આધારિત રહેવું જરૂરી છે. પણ જરૂર પડે સ્વસ્થ સ્વતંત્ર વિચારણા સંબંધને જ મજબુત કરે છે.

સબંધમાં વાતચીત કે વ્યવહાર ની સુધારણાને હંમેશા અવકાશ હોય છે.

ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.

કમ્પ્યુટરની જેમ સંબંધમાં પણ રીફ્રેશ થવું જરૂરી છે.

કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ કરવામાં તરત જ સફળતા મળતી નથી. એને માટે અભ્યાસુ ધગશ અને મહેનતની જરૂર હોય છે.

પડછાયો માપનાર કદી પોતાની લંબાઈ માપી સકતો નથી.

જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન હોય.


Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x