પુરુષાર્થ - મહેનત | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

પુરુષાર્થ - મહેનત | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પુરુષાર્થ - મહેનત
પરિશ્રમ એ જીવનની સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે.

પરિશ્રમ સર્વ મુશ્કેલીઓનો પરાભવ છે.

પરિશ્રમ કરવામાં જ માનવીની માનવતા છે.

પરિશ્રમ શરીરને નીરોગી અને મનને નિર્મળ રાખે છે.

પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ.

પરસેવો પાડ્યા વિનાની પ્રાપ્તિ સુખ અને શાંતિની સમાપ્તિ કરે છે.

જયારે શ્રદ્ધાનું જલસીંચન થાય છે, ત્યારે જ પરિશ્રમ નું વૃક્ષ સારા ફળ આપે છે.

સધ્ધી તેને જઇ વારે જે પરસેવે ન્હાય.

એવી કોઈ પણ મુલ્યવાન ચીજ નથી કે જે પુરુષાર્થ વગર પ્રાપ્ત કરી શકાય.

પરસેવો પાડ્યા વિના મેળવેલી રોટલીને હરામ ગણવી.

પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે.

આળસથી કટાઈ જવા કરત મહેનતથી ધસાઇ જવું વધુ સારું છે

આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જયારે પુરુષાર્થ શરૂઆતમાં દુ:ખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ.

સાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી.

કંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે કારણ કે કર્તવ્ય, કર્મ ન કરનાર જ સૌથી મોટો પાપી છે.

આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.

વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે.

જેણે વધારે પરસેવો પાડ્યો છે એને ઓછું લોહી બાળવું પડશે.

જેમ શક્તિ ઓછી તેમ મહેનત વધારે કરવી પડે.

હું તો પ્રયત્નને જ પરમ સાફલ્ય માનું છું.

પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે પણ એને પૂરાં તો પરિશ્રમ જ કરે છે.

આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે.

પરિસ્થિતિને અનુકૂળ બનાવવાના પ્રયત્નો આજ સુધી ખૂબ કર્યા, હવે પરિસ્થિતિને અનુકૂળ બનવાના પ્રયત્ન કરતા જાવ.

જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળવતું નથી.

અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે.

પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે : કંટાળો, કુટેવ અને જરૂરિયાત.

પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.

મહેનત એ એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે.

ધન એ અથાક પરિશ્રમનું ફળ છે.

ધર્મ વિનાનું જીવન એટલે ફળ વિનાનું વ્રુક્ષ.

ગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને ઉંચકીને જીવશો તો આજનો દીવસ બોજા રૂપ લાગશે.

પરાઈ પીડની પૂરી કદર દિલમાં થશે ત્યારે,
અનુભવ દુખના દંગા હૃદયમાં વાગશે જયારે.

Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x