Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સુવિચારો

બહારના દેખાવ કરતા હૃદયની શુદ્ધ ભાવના વધારે અસર કરે છે. કારણકે હંમેશા પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતા મદદ માટે લંબાયેલ હાથ વધારે સારા લાગે છે.


આવનાર પહેલી તક કે અવસર ને છોડો નહિ, કારણકે બીજી વખત આવનાર તક હમેશા પહેલા કરતા મુશ્કેલ અને શરતોને આધીન હશે.

સુંદર વસ્તુ હંમેશા સારી નથી હોતી, પરંતુ સારી દરેક વસ્તુ સુંદર હોય છે !

આપણે હંમેશા અનુભવીએ છીએ કે જયારે આપણે યાદ કરીએ ત્યારે ભગવાન સમયસર આવતા નથી, પરંતુ સત્ય એ છે કે, ભગવાન હંમેશા સમયસર જ હોય છે, પરંતુ  આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ.

જો મૌન જ દરેક પરિસ્થિતિમાં ઉતમ ગણાતું હોય તો આપણને દુ:ખ કેમ થાય છે જયારે કોઈ આપણી સાથે વાત નથી કરતા ??

જીવનમાં આપણો મોટો ભ્રમ હોય તો એ છે કે  - "આપણે એવું માનીએ છીએ કે આવતી કાલે આજ કરતા વધારે સમય હશે ! "

આપણે આવતીકાલ ને સારી બનાવવા માટે કામ કરીએ છીએ, 
પરંતુ જયારે આવતીકાલ આવે છે, આપણે તેને માણવાને બદલે,
આવતીકાલને વધારે સારી બનાવવા માટે વિચારવા માંડીએ છીએ.

આપણે જયારે નાના હતા ત્યારે ઓછું હસતા હતા, પરંતુ આપણા અંતરમાં અપાર ખુશી હતી,
હવે આપણે મોટા થઇ ગયા, ત્યારે આપણે અંતરના અપાર દુ:ખને છુપાવવા હસવાનું શીખી ગયા છીએ !!

ગુરુત્વાકર્ષણ વિરુદ્ધનું સત્ય :
જયારે કોઈ હૃદયમાં વસતું  હોય છે ત્યારે તે હળવુંફૂલ લાગે છે, પરંતુ જયારે કોઈ તેને છોડીને જતું રહે છે ત્યારે તે ભારેખમ બની જાય છે !!

બીજાના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે ધારણા ન બાંધી શકાય, તે વ્યક્તિ તમારા માટે સારી તો બીજા માટે ખરાબ હોઈ શકે છે. જેમ જે સૂર્ય બરફને પીગાળે છે તે જ સૂર્ય માટીને કઠણ બનાવે છે. 

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી રહી, અને જો લક્ષ્ય સુંદર હોય તો રોડ ની ચિંતા કરવાની જરૂર નથી.

ભૂલ જયારે થઇ હોય ત્યારે એ સમય દુ:ખ આપનાર બની રહે છે પરંતુ વર્ષો પછી ભૂલોનો સંગ્રહ અનુભવ બનીને સફળતા તરફ દોરી જાય છે.

તેના પર વિશ્વાસ મુકો જે જોઈ શકે છે: તમારી હસી પાછળનું તમારું દુ:ખ, તમારા ગુસ્સા પાછળનો પ્રેમ અ નેતમારા મૌન નું કારણ.

જયારે તમારો સમય સારો હોય છે ત્યારે તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે છે અને જયારે તમારો સમય સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ ભૂલ તરીકે જોવામાં આવે છે.

આપણે આપણી જાતને આપણે શું કરી શકીએ છીએ તેના પર મૂલવીએ છીએ, જયારે બીજા લોકો આપણે શું કર્યું તેના પર આપનું મૂલ્યાંકન કરે છે.

બે વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે: એક- જયારે કશું નથી ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ છે ત્યારે તમારું વર્તન.

બીજા લોકો જે કરી શકે છે અને તમે નથી કરી શકતા તેના પર ધ્યાન આપવાની જરૂર નથી , પરંતુ તમે જે કરી શકો છો અને બીજા નથી કરી શકતા તેના પર ધ્યાન આપવું જરૂરીછે.

તમે આજે જે પોઝીશન પર છો અથવા તમારી પાસે જે પણ છે તેનું અભિમાન કરવું ઠીક નથી, કારણકે ચેસ ની રમત માં આખરે તો રાજા હોય કે પ્યાદું, એક જ બોક્ષ માં પાછા જાય છે.

જયારે તમને કોઈ જરૂર પડે જ યાદ કરે છે તેથી દુખી થવાની જરૂર નથી કારણકે તમે એક મીણબતી જેવા છો, જયારે લાઈટ જાય છે ત્યારે જ તેની યાદ આવે છે.

યાદ રાખો: દુનિયામાં તમને કોઈ સમજી નહિ શકે.. પરંતુ તેઓનો અભાર માનવો જોઈએ જેમને તમને સમજવાની કોશિશ તો કરી છે.

જયારે કોઈ યાદ આવે છે ત્યારે આંસુ નથી આવતા, પરંતુ આંસુ ત્યારે આવે છે જયારે કોઈની યાદ ન આવે તેવું આપણે ઇચ્છીએ છીએ.

પોતપોતાના કાર્યો સારી પેઠે બજાવવાથી માણસ સિદ્ધિ મેળવી શકે છે.

મનુષ્યની સૌથી મોટી સંપત્તિ છે : સહાનુભૂતિપૂર્ણ પત્ની !

કોઈપણ ત્યાગ બદલાની ભાવનાથી ન કરવો જોઈએ, જ્યાં સ્વાર્થ કે લેવાની વૃત્તિ છે, તેવો માણસ ઉન્નત નહિ થઇ શકે.

સાચું સુખ બહારથી નહિ પણ હૃદયમાંથી મળે છે.

દિલથી કોક જણે તો અંતે કરવી ભલાઈ, તું કરશે તોય નથી કરતો ઉપકાર નવાઈ.

કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા.

શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે.

શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.

કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી.

આ જગત દુર્જનની અધમતા કરતા સવિશેષ સજ્જનની નિષ્ઠુરતાથી પીડિત છે.

મનુષ્યે ધર્મ બજાવવા માટે હૃદય, મન અને બુદ્ધિનો સદુપયોગ કરવો જોઈએ. 

જ્ઞાની બીજાની ભૂલ જોઈ પોતાની ભૂલો સુધારે છે.

શ્રદ્ધા બુદ્ધિથી પણ પર હોય છે.

વિદ્યા એ પુરુષની અનુપમ કીર્તિ છે.

સદવિચારોથી કોમળ કોઈ ઓશીકું નથી.

ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.

આજે તમે જે કરી શકો તેમ હો તે આવતી કાલ પર કદીયે મુલતવી રાખશો નહીં.

તમે ગમે તે ભાષા બોલશો, પણ તમે જેવા હશો તેવા જ શબ્દો તમારા મોઢામાંથી બહાર આવશે.

કુરૂપ મન કરતા કુરૂપ ચહેરો સારો.

દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.

ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.

પુસ્તક ખિસ્સામાં રાખેલો બગીચો છે.

પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગવું સોપાન છે.

સજ્જનો બીજા ઉપર ઉપકાર ખૂબ જ વિનમ્રતાથી કરે છે અને તેવા વખતે એવું લાગે છે કે તેઓ ઉપકાર મેળવી રહ્યા છે, પણ વાસ્તવમાં તેઓ ઉપકાર કરી રહ્યા હોય છે. 

તમે ગમે તેટલા પુસ્તકો વાંચશો, પણ જો તમારું જીવન પુસ્તક નહિ વાંચો તો તેનો કોઈ જ અર્થ નથી.

મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.

એ રીતે કામ કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે.

સૌંદર્યનો આદર્શ સાદાઈ અને શાંતિ છે.

જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે.

આજે ભણવાનું સૌ કોઈ જાણે છે પણ શું ભણવું જોઈએ તે કોઈ જાણતું નથી.

જે બીજાને આશરે રહેશે કોઈને કોઈ રીતે અપમાન થશે જ.

ઓળખાણ બધાની સાથે રાખી શકાય, પણ દોસ્તી તો થોડાકની સાથે જ થાય.

લોકપ્રિયતા એ છે જે માનવીના અવસાન પછી પણ એને જીવતો રાખે છે.

તમે તમારા દેશને ચાહો, પણ પૂજા તો સત્યની કરો.

તમે ન બોલો, તમારા કામને બોલવા દો.

માફી આપવી એ ઘણું સારું છે પણ ભૂલી જવું એ તો એના કરતાય વધુ સારું છે.

સાવધાન રહેવાથી દુર્ભાગ્ય ચાલ્યું જાય છે. 

મહેનતુ લોકો ક્યારેય દુખી થતા નથી.

માનવી સફળતાથી નહી નિષ્ફળતા થી ઘડાય છે.

વર્તમાનમાં કમાણી કરેલા ધનની બચત જે વ્યક્તિ કરી શક્તિ નથી તેને ભવિષ્યમાં પસ્તાવું પડે છે.

Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x