પ્રશંસા - Compliment
પ્રશંસા સદગુણોનો પડછાયો છે.
પ્રશંસા અજ્ઞાનની બાળકી છે.
પ્રશંસા બીજાઓના સદગુણો પ્રત્યેનું આપનું ઋણ છે.
પ્રશંસા માનવીના મનને એટલી પ્યારી લાગે છે કે તેના તમામ કાર્યોની મૂળ પ્રેરણા બની રહે છે.
મિથ્યા પ્રશંસા ઘણી જ કષ્ટપ્રદ છે.
ખરેખરી લાયકાત વિનાની પ્રશંસા એ ઢાંકેલી મશ્કરી જ છે.
ડાહ્યાં અને સારા માણસો આપણી પ્રશંસા કરે એ સદગુણી થવા માટેની મોટામાં મોટી પ્રેરણા છે.
પ્રશંસાને પચાવવામાં વધારે કુશળતા દાખવવી પડે છે.
ખુશામત કરવાનું ઘણા લોકો જાણે છે પણ પ્રશંસા કરવાનું બહુ થોડા જાણે છે.
જેઓને પ્રશંસાનો વધુ લોભ હોય છે, તેઓ ખરી રીતે તે માટેની લાયકાત વિનાના હોય છે.
અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે પણ
સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે.
સાવ સહેલું સુખ માં છલકવુ.. . !
ખુબ અઘરું દુખ માં મલકવુ.. . . !
આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.
0 Comments