દાન - Charity
દાન ધર્મ ની પૂર્ણતા છે, ધર્મનો શૃંગાર છે.
દાન ની સફેદ ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ.
દાન કરવાથી ગૌરવમાં વધારો થાય કે, ધનનો સંચય કરવાથી નહિ.
સ્નેહપૂર્વક અપાયેલું નાનામાં નાનું દાન પણ મોટું છે.
અલ્પમાંથી જે દાન આપવામાં આવે છે તે લાખો કરોડો ના દાન ની બરાબરી કરે છે.
સૌથી ઉચું દાન અધ્યાત્મિક જ્ઞાન નું દાન છે.
દાન દેવું એટલે ખરેખર કૈક પ્રાપ્ત કરવું.
જળાશયમાંથી જળ વહેતું રહે, તો જ તેની શુદ્ધતા જળવાય છે, તેનું પેદા કરેલું દ્રવ્ય પરોપકારમાં ખર્ચવું તે જ તેનું રક્ષણ છે.
દાતા તેના દાન થી નહિ પણ ભાવથી જ ઓળખાય છે.
લેવામાં જે સુખ મળે છે તે ક્ષણિક હોય છે, દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવન ભાર જળવાઈ રહે છે.
દાનીનું ધન કદી ઘટતું નથી.
ઓળખાણ, આવડત, અકકલ ,અનુભવ અને આત્મવિશ્ર્વાસ બજારમાં વેચાતા નથી.
જેનામાં આત્મવિશ્વાસ છે, તેની હારમાં પણ જીત છે....
ફક્ત એક જ "ભવ" ને કેટલા બધા "અનુભવ"..!
0 Comments