સેવા - Service
સેવા મનુષ્યની સ્વાભાવિક વૃત્તિ છે અને તે જ તેના જીવનનો આધાર છે.
સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ જીવનનું લક્ષ્ય છે.
સેવાથી શત્રુ પણ મિત્ર થઇ જાય છે.
ભ્રાંતૃભાવથી કરેલી સેવા કરતા આત્મભાવથી કરેલી સેવા ઉત્તમ છે.
સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે.
સેવામાર્ગ ભક્તિમાંર્ગથી પણ ઊંચો છે.
જે પ્રદર્શન કર્યા વગર સેવા કરે છે તે તત્કાળ ઊંચાઇ પર પહોંચી જાય છે.
ગરીબ માણસો પોતે પોતાની સ્થિતિ સુધારી શકે એવી શક્તિ તેમને આપવામાં જ ખરી સેવા રહેલી છે.
માણસ સ્વતંત્ર અને સ્વાશ્રયી બને, એ પણ એક ખરી અને સંગીન સેવા છે.
જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી.
0 Comments