અભિમાન | Proud | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

અભિમાન | Proud | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

અભિમાન - Proud


અભિમાન એ અધિકાર ભોગવવાની અંતરની ઈચ્છાનો પડઘો છે.

બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે.

અભિમાન માણસનો શત્રુ છે, મિત્ર નહિ.

અભિમાન માણસને ઈર્ષાળુ, હિંસક, ક્રોધી અને સ્પર્ધાત્મક બનાવે છે જે માણસને દુખ જ આપી શકે.

માણસ કદાચ બ્રહ્માંડને સમજી શકશે પરંતુ પોતાના અભિમાન ને નહિ: કારણકે સ્વ એ તારાઓ કરતા પણ દુર છે.

તમારો અહંકાર બીજાને કદાચ ના ગમે, પણ તમારું તો નુકશાન જ કરે છે.

જયારે જયારે કોઈ પ્રસિદ્ધિ પામે છે ત્યારે ત્યારે અહંકાર નામનું કુતરું તેમની પાછળ ફરતું જ હોય છે.

અભિમાની માણસથી બીજાનું અભિમાન સહન થઇ શકતું નથી.

અભિમાન મિત્રતાને દુશ્મનીમાં ફેરવી નાખે છે.

અભિમાન નરકનું દ્વાર છે.

અભિમાન એ મૂર્ખતાની પીડા માં એનેસ્થેસિયાનું કામ કરે છે.

ધમંડ માણસને ફુલાવી મુકે, પણ તેને કદી ટેકો ના આપે.

પૂર્વગ્રહ એ અભિમાન નું જ રૂપ છે અને તે માણસને દુઃખોના દ્વાર પર લઇ જાય છે.

અભિમાની માણસ નમ્રતા ધારણ કરે છે, ત્યારે પોતાનું અભિમાન સૌથી વધુ વ્યક્ત કરતા હોય છે.

જયારે અહંકારનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે દરેક દુખો નો અંત આવી જાય છે અને સમજણ શક્તિની આખો ખુલી જાય છે.

અભિમાન જયારે નમ્રતાનો ડોળ ધારણ કરે છે, ત્યારે વધુ ધ્રુણાસ્પદ બને છે.

અહંકારનું  હવા ભરેલા ફુગ્ગા જેવું છે જે ગમે ત્યારે કોઈ તેને ઉડાડી કે ફોડી શકે છે અને ત્યાર બાદ પાછળ કઈ જ નથી રહેતું.

મોટા માણસના અભિમાન કરતા નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.

અહંકાર એ ખાલી વાસણમાં ભરેલા કચરા જેવું છે. તે સાફ ન થાય ત્યાં સુધી કોઈ સારી વસ્તુ એ વાસણમાં ભરવી અશક્ય છે.

કોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુ રૂપી આકાશ હર પળે હજારો રંગ બદલે છે.

અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે હજુ ગરીબ છે.

અભિમાન નરકનું દ્વાર છે.

”ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ “અદેખાઈ” માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી…

અભિમાન એ માનસ નો ક્રોધ છે. જયારે તમારા ક્રોધ પર વિજય મેળવશો ત્યારે તમારી જ જીત થશે. 

શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય તો સમજવું  અભિમાન ની હાજરી છે.

અભિમાની માણસ તેના અભિમાન થી જ નષ્ઠ થાય છે.

જેણે અભિમાન કર્યું એનું પતન નક્કી છે.

Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x