ગરીબ | Poor | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

ગરીબ | Poor | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar


ગરીબ - Poorઅમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે સૌથી વધુ ગરીબ છે.

ગરીબી ખાનદાની દબાવી શકતી નથી.

ગરીબી પ્રગટ કરવી એ ગરીબ હોવા કરતા પણ વધારે કષ્ટદાયક છે.

આશાવાદી ગરીબ નિરાશાવાદી ધનિક કરતા વધારે સુખી હોય છે.

ગરીબી બધી જાતની કલાઓના અવિશ્કારનું કારણ છે.

જેની પાસે ફક્ત પૈસા જ છે તે મનુષ્ય કરતા વધારે ગરીબ કોઈ નથી.

જે ગરીબો ઉપર દયા કરે છે તે પોતાના આ કૃત્યોથી ઈશ્વરને ઋણી બનાવે છે.

જેની પાસે ધન ઓછું છે તે ગરીબ નથી; પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત હોય છે તે ગરીબ છે.

ગરીબ થવું અને ગરીબ દેખાવું આ બંને ઉન્નતી ના કરવા માટેનો નિશ્ચિત માર્ગ છે.

ઈશ્વર ગરીબને ગરીબ રાખી એ તપાસે છે કે તેમાં હિંમત છે કે નહિ.

Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x