ચિંતા - Anxiety
જો આવનાર પરિસ્થિતિને તમે કંટ્રોલ કરી શકતા હો તો ચિંતા કરવાનું કઈ કારણ નથી અને જો તમે તેમ ના કરી શકતા હો તો ચિંતા કરવાથી થી કોઈ ફાયદો નથી. કાલે જે કરી શકતા હો તે સારી રીતે કરી શકો તે માટે ની ઈચ્છા પ્રભુને અર્પણ કરી અને તેમ કરવાની શક્તિ વિષે પ્રાર્થના કરી આજને જીવી લો.
ચિંતા કરવી જ હોય તો ક્રિયા વિષે નહિ પણ નિષ્ક્રિયતા વિષે કરો.
ચિંતા સમાન બીજું કોઈ શરીરને શોષનારું નથી.
એક વખત તમારા અંતરમાં જુઓ અને ત્યાં કશું ખોટું ના અનુભવો તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.
ચિંતા મધમાખી જેવી છે. તેને જેટલી હટાવો તેટલી જ તે વધારે ચોટે છે.
ચિંતા એ આવતી કાલ ના દુખોને નહિ પરંતુ આજની શક્તિને ખાલી કરે છે.
ચિંતા થી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.
ચિંતાને ખોટ કરતો ધંધો જ આપ્યો હોય તો હવે સમય આવી ગયો છે કોઈ બીજું કામ શોધી લેવાનો.
ચિંતા એ સમસ્યાની કીમતનું વ્યાજ છે.
ચિંતાએ આજ શુધી કોઈ પણ કાર્યને પૂર્ણ કર્યું નથી.
જેટલી વધારે પ્રાર્થના કરવામાં આવે તેટલી ચિંતા ઓછી થશે.
ચિંતા આખી રાતનો ઉજાગરો કરાવે છે ત્યારે શ્રદ્ધા ઊંધની ચાદર આપે છે.
એક મરણપથારી એ પડેલા માણસે કહ્યું: તેની જીંદગી અઢળક દુઃખોથી ભરેલી હતી તેમના મોટા ભાગના દુખો તો આવ્યાજ નહોતા.
જે બીજાના કામની ચિંતા કરતો નથી તે આરામ અને શાંતિ મેળવે છે.
આપણી ચિંતા હમેશા આપણી કમજોરીને કારણે જ હોય છે.
તમારી બધી શક્તિઓને આજ માટે વાપરશો તો કાલે ચિંતા કરવાનું કોઈ કારણ નહિ રહે.
ચિંતા એ નાની સમસ્યાનો મોટો પડછાયો દેખાડે છે.
સુતી વખતે મનમાં ચિંતાઓને રાખવી તે પોતાની પીઠ ઉપર ગાંસડી બાંધીને સુવા બરાબર છે
ચિંતા ને છોડીને તમે પોતે બદલશો તો સમય બદલાશે.
આવનારી મુશ્કેલીની પ્રથમથી આગાહી ના કરો, ભવિષ્યમાં જે કદાચ કદી બનવાનું નથી તેની ચિંતામાં અત્યારથી જ અધમૂવા ન થાઓ.
તમે ચિંતા કરો છો તેનો અર્થ એ છે કે તમે જ બધું કરો છો અને તમારા સિવાય બીજું કોઈ નહિ કરે તેવો અહંકાર તમે કરી રહ્યા છો.
ચિંતા એ જીવનના કાટરૂપ છે, તે એની ઉજ્જવળતાનો નાશ કરે છે અને તાકાતને નબળી પાડે છે.
ચિંતા એ કલ્પનાશક્તિનો સૌથી મોટો દુરુપયોગ છે.
ચિંતા જીવનનો શત્રુ છે
ચિંતા તમારા વિચારોને જુદી દિશામાં વાળે છે.
તમારો સમય ખરાબ ચાલતો હોય તો ચિંતાના માર્ગે ખરાબ સમયની સાથે ના ચાલો.
0 Comments