કર્મ - Activity
એવું એકજ સ્થળ છે જ્યાં કર્મ પહેલા સફળતા આવે છે. અને એ છે ડીક્ષનેરી.ઈશ્વર તરફ આગળ વધવું તે કે શુભ કાર્ય છે.
ભાગ્યનું બીજું નામ કર્મ છે
કર્મોનુસાર ફળ ભોગવાનો સિધ્ધાંત અફળ છે
કર્મ તો કામધેનું છે, એને દોહતા આવડે તો આનંદરૂપી દૂધ મળે છે.
કર્મ સફળતાની ગેરેંટી નથી પરંતુ તેની તકો ઘણી વધારી આપે છે.
કર્મોનો ધ્વની શબ્દોથી ઉંચો હોય છે.
સ્વપ્નાને સાકાર કરવામાં કોઈ જાદુ કામમાં નથી લાગતું, ત્યાં કર્મ જ કરવા પડે છે.
કર્મ એ જીવન માટે આવશ્યક છે.
હાલ તુરત જે નાના કામ તારી સામે આવ્યા હોય તે કરવા માંડ, પછી મોટા કામ તને શોધતા આવશે.
જેવુ કર્મ તેવુ ફળ
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેના હદયમાં છે તેના કર્મ માં સુગંધ હોય છે.
શિક્ષણનો સર્વોચ્ચ ઉદ્દેશ જ્ઞાન નહીં પણ કર્મ છે.
કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
ધૃણાસ્પદ કે નિકૃષ્ટ કર્મોથી મનુષ્યનુ પતન થાય છે.
મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે, તે તેના કર્મનું જ ફળ છે.
રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતા નથી. માણસના કર્મ જ તેની શોભા વધારે છે.
કોઈપણ કાર્ય સહેલું થાય એ પહેલા અઘરું જ હોય છે.
જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ નાનું.
મનુષ્યની ઉન્નતિ અને અવનતિના મૂળમાં તેના કર્મની જ પ્રધાનતા છે.
તમારે નીચે જોવું પડે તેવું એક પણ કાર્ય કરશો નહિ.
મનુષ્યની ઓળખ કર્મોથી થાય છે. શ્રેષ્ઠ કર્મોથી તે શ્રેષ્ઠ બને છે.
દરેક સારું કાર્ય પહેલા અસંભવ લાગે છે.
નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ દોડતું આવશે.
0 Comments